પ્રાથમિક શાળાની આશ્રય સ્થાન તરીકે ગમે ત્યારે જરૂર પડી શકેઃ જિલ્લા શિક્ષણાધિકારી

અરવલ્લી
rakhewal
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : રાજ્યમાં એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. કેરળ પાસેના અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેસરમાં ફેરવાઇ જતાં તે આગળ જતાં ડિપ્રેશન તથા ડિપડિપ્રેશનમાં એટલે કે વાવાઝોડાંમાં ફેરવાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.જેના કારણે રાજ્યમાં ‘ નિસર્ગ ‘ વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે રાજ્ય સરકારે પણ લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે ત્યારે અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને પરિપત્ર કરી પ્રાથમિક શાળાઓનો વાવાઝોડામાં આશ્રય સ્થાન તરીકે ગમે ત્યારે જરૂર પડી શકે છે ની તાકીદ કરી છે
સમગ્ર રાજ્યમાં ૩ જૂન થી ૫ જૂન સુધી વાવાઝોડું ત્રાટકવાની અને ૮૦ થી ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની દહેશત વચ્ચે અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડો.એ. કે.મોઢ પટેલે ૧ જૂને કલેક્ટરે વિડીયો કોન્ફરન્સમાં મૌખિક સૂચનાના આધારે જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને પરિપત્ર કરી જણાવ્યું છે કે, વાવાઝોડાની સંભાવનાના પગલે જિલ્લાની પ્રાથમિક શાળાઓને આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવાની જરૂરિયાત ઉભી થઇ શકે તેમ છે જેથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોએ સંબંધિત શાળાની ચાવી જરૂરિયાતના સમયે ગામમાં જ ઉપલબદ્ધ તે અંગે ખાતરી પૂર્વક આયોજન કરવાની તાકીદ કરી હતી. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાનો ખતરો પેદા થતા ખેડૂતો અને લોકો ચિંતિત બન્યા છે વહીવટી તંત્ર સંભવિત વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા સજ્જ બન્યું છે

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.