લક્ઝરી બસમાં તપાસ કરતાં પોલીસે : 62 કિલો ચાંદી સાથે રાજસ્થાનના બે વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી

અરવલ્લી
અરવલ્લી

રાજસ્થાનના બે વ્યક્તિઓ લક્ઝરીમાં મોટી માત્રામાં ચાંદીનો જથ્થો લઈને જઈ રહ્યા હોવાની બાતમીને આધારે અરવલ્લી એસઓજી પોલીસે તપાસ કરી હતી અને 62 કિલો જેટલો ચાંદીનો  જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે અટક કરેલ રાજસ્થાનના બંને વ્યક્તિઓની પૂછપરછ આદરી હતી.

મોડાસા તાલુકાના દાવલી નજીક  વાંટડા ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલી એક લક્ઝરીમાંથી 62 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી હતી. અરવલ્લી એસોજી અને પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીને આધારે ટોલનાકા નજીક લક્ઝરી બસ અટકાવવામાં આવી હતી. લક્ઝરી બસમાં તલાસી લઈ પોલીસે 43 લાખ રૂપિયાનો શકમંદ જથ્થો કબજે લીધો હતો. રાજસ્થાનમાં ચાંદી લઈને જઈ રહેલા આશિષ રકીયા પટેલ રહે. કપડા,તા. બાંસવાડા અને રવિન્દ્રસિંહ ભોપાલસિંહ ચૌહાણ રહે. સુજાજીકાગડા,તા. મેતવોલા, બાંસવાડાની સીઆરપીસી કલમ 41(1) ડી મુજબ અટક કરાઈ હતી. 43 લાખ રૂપિયા ની માતબર કિંમતની ચાંદીનો જથ્થો કોનો છે સહિતના મામલે એસોજી પોલીસે તપાસની કાર્યવાહી પ્રારંભી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.