યાત્રાધામ શામળાજીમાં શ્રદ્ધાળુઓએ નગધરો કુંડમાં સ્નાન કરી
કારતક માસમાં અગિયારસના દિવસથી ભગવાન જાગૃત અવસ્થામાં આવે છે અને એના બીજા દિવસથી પૂનમ સુધી આવતા તહેવારો ભગવાન નિમિત્તના હોય છે. ત્યારે આજે યાત્રાધામ શામળાજીમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન અને પિતૃ મોક્ષ માટે ઉમટી પડ્યા હતા.આજે કારતક માસની પૂર્ણિમા એટલે દેવદિવાળી આજના દિવસે યાત્રાધામ શામળાજી ભક્તો મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન માટે ઉમટી પડ્યા હતા. કારતક માસમાં અગિયારસથી પૂનમ સુધીનો મેળો ભરાય છે. ત્યારે આજે કાર્તિકી મેળાનો અંતિમ દિવસ હતો. જેથી ભગવાનના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.
શામળાજી પાસે આવેલા મેસ્વો સરોવર નજીક ઐતિહાસિક નગધરો કુંડ આવેલો છે. આ કુંડમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે. નગધરો કુંડ પાસે ભક્તો પોતાના ગત થયેલા પિતૃઓને તર્પણ કરાવીને પિતૃમોક્ષની વિધિ કરતા હોય છે. આમ કાર્તિકી પૂર્ણિમાની શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક ઉજવણી કરાઈ હતી.