બાયડના કપડવંજ હાઈવે પર કારમાં આગ લાગતા અફરા-તફરી

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ વાહન માલિકે સમયસર વાહનનું મેન્ટેનન્સ કરાવું પડે અને જો સમયસર સર્વિસ ના કરો તો વાહનોમાં આગની ઘટના ઝડપથી બનતી હોય છે. ત્યારે આવી એક ઘટના બાયડના કપડવંજ હાઇવે પર બનવા પામી છે. આજે રોજ એક કાર ચાલક કાર લઈને બાયડના નડીયાદ-કપડવંજ હાઇવે પર પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન કારમાં એકાએક આગની ઘટના સામે આવી હતી. અચાનક કારમાંથી ધુમાડા નીકળતા કારચાલકે કાર થોભાવી સિફત પૂર્વક કારમાં સવાર તમામ લોકો નીચે ઉતારી ગયા હતા. સાઈવિલા સોસાયટી આગળ કારમાં આગની ઘટના બનતા સોસાયટીના રહીશો તથા લોકોના ટોળા એકઠા થયા હતા.આગની ઘટના બનતા બાયડ પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાઈ હતી. સાથોસાથ બાયડ પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. એકાએક હાઈવે પર કારમાં આગ લાગતા ભારે ટ્રાફિકજામ થયો હતો. ફાયર ફાઈટર આવે એ પહેલાં કાર સંપૂર્ણ પણે આગની જ્વાળાઓમાં લાઇટાઈ ગઈ હતી. જો કે ફાયર વિભાગે કારમાં લાગેલા આગ પર કાબૂ મેળવ્યો પણ ત્યાં સુધી સંપૂર્ણ પણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ ક્યા કારણોસર લાગીએ હજુ જાણી શકાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.