ભિલોડામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, બુઢેલી અને ઇન્દ્રાશી નદીમાં નવાં નીર આવ્યાં

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં એક માત્ર ભિલોડા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેના કારણે ભિલોડા તાલુકાની મુખ્ય હાથમતી નદીમાં પાણી ની આવક થઈ છે, હાથમતી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે ભિલોડાની અન્ય બુઢેલી અને ઇન્દ્રાશી નદીમાં પણ પાણીની ભારે આવક નોંધાઇ છે. આ નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. નદી કિનારાના ગામડાઓના લોકોને વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે ના જવા અને સતર્ક રહેવા સૂચના આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.