મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની PCR વાનને ગાય આડી ઉતરતા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ : બે ઈજાગ્રસ્ત

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી
અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સહીત મોડાસા ટાઉન પોલીસ અનલોક-૧ માં રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં રાત્રે ૯ કલાક થી સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યુ લાદતા કર્ફ્યુની અમલવારી માટે દિવસ-રાત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ કરી રહેલી પીસીઆર વાન હજીરા વિસ્તારમાંથી પસાર થતા રોડ પર ગાય ડિવાઈડર કૂદી વાન સામે આવી જતા પીસીઆરના વાન ચાલકે ગાય ને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબુ ઘુમાવતા પીસીઆરવાન રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા વાનમાં સવાર એક પોલીસ કર્મી સહીત હોમગાર્ડ ના શરીરે સામાન્ય ઈજાઓ થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા

મંગળવારે વહેલી સવારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પેટ્રોલિંગ દરમિયાન મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર હજીરા વિસ્તારમાં પસાર થતી હતી ત્યારે રોન્ગ સાઈડ ડિવાઈડર કૂદી ગાય અચાનક પીસીઆર વાન આગળ આવી જતા પોલીસકર્મી ડ્રાઇવર મેહુલ અમૃત ભાઈ ગાયને બચાવવા જતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પીસીઆર વાન રોડની બાજુમાં રહેલા ઝાડ સાથે ભટકતા પીસીઆર વાનની ખાલી સાઈડનો કડૂચાલો વળી ગયો હતો પીસીઆર વાનમાં ફરજ બજાવતા અમિત કુમાર ભરત ભાઈ અને હોમગાર્ડ ધીરજ વિપુલ ભાઇ ને શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા સદનસીબે જાનહાની ટળતાં પોલીસતંત્ર રાહતનો શ્વાસ લીધો હતો પીસીઆર વાનને અકસ્માત નડતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અકસ્માતના પગલે મોડાસા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.