મોડાસાઃ ટીંટોઈ નજીક ખેતરના ઊંડા કૂવામાં પડેલા નિલગાયના બચ્ચાને રેસ્ક્યુ કરી બચાવી લેવાયું

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : અરવલ્લી પર્વતની ગિરિમાળા ઓ ચોમાસાની ઋતુ બાદ ગાઢ જંગલમાં ફેરવાઈ ગઈ છે જેને લઇ ડુંગર વિસ્તારમાં હિંસક તથા જંગલી જાનવરોની અવરજવર વધી ગઈ છે થોડાક દિવસો અગાઉ મોડાસાના દધાલીયા ગામના જંગલમા એકી સાથે ત્રણ દીપડા જોવા મળ્યા ના અહેવાલો પ્રાપ્ત થયા હતા ત્યારબાદ મોડાસાના ટીંટોઈ ગામમાં મેરાજીયા વિસ્તારમાં કુવા જોડ માતાજીના મંદિર પાસે એક ખેતરના ઊંડા કૂવામાં બાળ નીલગાય પડી જવાનો બનાવ બન્યો હતો આશરે ૫૦ ફૂટ ઊંડા કૂવામાં બાળ નીલગાય પડી જવાથી વન કર્મચારીઓ દ્વારા રેસ્કયુ કરી નિલગાયના બચ્ચાને હેમખેમ બહાર કાઢી લેવાયું હતું રેસ્ક્યુ મા વર્લ્‌ડ લાઈફ એન્ડ નેચરકન્ઝર્વેશનની ટીમ પણ જોડાઈ હતી
આશરે બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ નીલ ગાય ના બચ્ચા નું સફળ રેસ્ક્યુ કરી લેવાયું હતું રેસ્ક્યુ માં રોહિતકુમાર પ્રતીકકુમાર અને મૌલિક પરમાર જોડાયા હતા નિલગાયના બચ્ચાને વનવિભાગ દ્વારા સહી સલામત જંગલમાં છોડી દેવાયું હતું

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.