મેઘરજના નવાગામની મૂડશી શાળામાં મધ્યાહન ભોજન ઓરડો જર્જરિત હાલતમાં

અરવલ્લી
અરવલ્લી

મેઘરજ તાલુકાની એક પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન બનાવવા માટે ભયના ઓથાર નીચે રહેવું પડે છે.મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા મૂડશી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીના 250 કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય ત્યાં બાળકો માટે મધ્યાહન ભોજન બનાવવા માટે પ્રમાણસરની સુવિધાસભર રૂમ હોયએ જરૂરી છે.પરંતુ આ પ્રાથમિક​શાળામાં મધ્યાહન ભોજન બનાવવાનો ઓરડો બિલકુલ જર્જરિત છે. દીવાલોમાં મોટી-મોટી તિરાડો પડી છે. છતના પોપડા ઉખડી ગયા છે, છતમાં લોખંડના સળીયા દેખાય છે. આવી જોખમવાળી રૂમમાં કર્મચારીઓ બેસીને બાળકો માટે ભોજન બનાવી રહ્યા છે. જર્જરિત હોય એવા રૂમમાં રસોઈ બનાવવા માટે કર્મચારીની મજબૂરી હોય છે. પણ જો આ રૂમમાં કોઈ અકસ્માત થાય તો જવાબદર કોણ ? ત્યારે સરકાર દ્વારા મધ્યાહન ભોજનનો રૂમ નવો બનાવવા માટે માગ રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.