માલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ પ્રા શાળા નં-2માં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે માલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ પ્રા. શાળા નં-2માં યોજાયો. જેમાં સ્વાતંત્ર્ય સેનાની અને પૂર્વ સૈનિકનું ખાસ સન્માન કરાયું. અરવલ્લીના માલપુર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને માલપુર તાલુકા કક્ષાનો ‘મારી માટી- મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો.આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ‘મારી માટી-મારો દેશ, માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજે માલપુર ખાતે તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને પરીકની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો ‘મારી માટી, મારો દેશ’ માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. ‘મારી માટી- મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે પ્રમુખના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરી વીર શહીદોને શ્રધ્ધાજંલિ તથા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથેજ પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકાના સ્વાતંત્ર સેનાની દીકરી લીલાવતીબેન ઉપાધ્યાય તથા માજી સૈનિક મુકેશભાઈ ઉપાધ્યાય સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું. હાથમાં દીવડા લઈને પાંચ પ્રતિજ્ઞા કરવામાં આવી હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.