માલપુર તાલુકાનું ઊભરણ ગામમાં તળાવના પાણી ગામમાં ઘૂસ્યા:માલપુરના મામલતદાર ઘટના સ્થળે

અરવલ્લી
અરવલ્લી

માલપુર તાલુકાના ઉભરણ ગામમાં અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી નાળામાં નવા નીરની આવકો થઈ ખેતરો પણ તરબોળ થઈ ભરાઈ ગયા છે. ત્યારે ઉભરણ ગામમાં આવેલા ઐતિહાસિક તળાવમાં ઉભરણ આસપાસના અને ઉપરવાસમાં આવેલ પાણીના કારણે તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવનું પાણી ઉભરણ ગામમાં ઘૂસ્યું છે. સામાન્ય રીતે ગામના પાણી તળાવમાં જતા હોય છે. ત્યારે આ ગામમાં તળાવના પાણી ગામમાં ઘૂસ્યા છે. સમગ્ર ગામમાં નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં માલપુર મામલતદાર તથા ટીડીઓ ઉભરણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તળાવ આસપાસના રહીશોને પ્રા.શાળામાં સ્થળાંતર માટે સૂચના આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.