મોડાસામા કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોડાસાના ચાર રસ્તા પર આવેલી મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાનસભા કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પૂવર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ગટર, પાણી, રસ્તાની રજૂઆતો કરી હતી. મોડાસાના સર્વોદય વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના વિસ્તારમાં 40થી વધુ દારૂના અડ્ડા ચાલતા હોવાનું જણાવ્યું હતું. વિપક્ષ નેતા અમિત ચાવડાએ આ પ્રશ્નને વિધાનસભા સુધી લઈ જવા ખાતરી આપી હતી. જરૂર પડે આ બાબતે જન આંદોલન કરવાનું પણ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.