અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભિલોડા ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરાયુ

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે વહીવટી તંત્ર તેમજ આમ જનતા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કારવામાં આવે છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે જિલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી.આજે 15 ઓગસ્ટના રોજ દેશને સ્વતંત્રતા મળી હતી એની યાદમાં સમગ્ર દેશ અઝાદીનું પર્વ માનવી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આવેલ એન.આર.એ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લાના સમાંહર્તા જિલ્લા કલેક્ટર પ્રશસ્થી પારેખ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી અપાઈ હતી. ત્યારબાદ ખુલ્લી જીપમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત સૌ કોઈનું અભિવાદન જીલ્યું હતું અને પોલીસ પરેડનું નિદર્શન કર્યું હતું.દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માન કરાયું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વ પર પ્રજાજોગ સંદેશો આપીને અરવલ્લી જિલ્લાની યશગાથા જણાવી અને સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવી હતી. જુદા જુદા વિભાગોમાં સારી કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરાયું હતું, આમ 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.