મેઘરજ નગરના બસ સ્ટેશન પાસે આધેડ રોડ પર પટકાયા
વાહન ચાલકોની તેજ રફતાર ક્યારેક મોટા અકસ્માત સર્જી શકે છે. આવી જ એક ઘટના મેઘરજ નગરમાં સામે આવી છે.ગત સાંજના સુમારે મેઘરજ નગરના મુખ્ય બસ સ્ટેશન પાસે ગામના જ એક ડાહ્યાભાઈ ગલાભાઈ ભામ્ભી લાઈટ બિલ ભરવા આવ્યા હતા. ત્યારે ખુબજ તેજ રફતારથી આવી રહેલા બાઈકચલાકે આધેડને અડફેટે લેતા આધેડ રોડ પર પટકાયા હતા અને બાઈકસવાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
પટકાયેલા આધેડને 108 દ્વારા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ડાહ્યાભાઈ ભામ્ભીને મૃત જાહેર કર્યા હતા. આમ મેઘરજ નગરમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.