અરવલ્લી જિલ્લામાં 46 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરાઇ
અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા 46 પોલીસ કર્મીઓની જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલે આંતરિક બદલીના આદેશ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો આ બદલીઓમાં 12 મહિલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ, ભિલોડા, સાઠંબા, ધનસુરા, મોડાસા ટાઉન, બાયડ, શામળાજી, માલપુર અને હેડ ક્વાર્ટર, રિડર શાખા, એસઓજી, સાયબર ક્રાઇમ, એલસીબી, આંબલીયારા, ઈસરી અને ટીંટોઈ ભિલોડા સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 46 પોલીસ કર્મીઓની જિલ્લા પોલીસ વડાએ આંતરિક પોલીસ સ્ટેશનમાં અને હેડ ક્વાર્ટર તેમજ અન્ય જુદા જુદા પોલીસ વિભાગોમાં બદલીના આદેશ કર્યા છે.
પોલીસવડાએ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલાઓ સહિત 10 પોલીસ કર્મચારીઓને બદલીના આદેશ કર્યા છે આ પૈકી 6 પોલીસ કર્મીઓની હેડ ક્વાર્ટર કંટ્રોલ ખાતે બદલીના આદેશ કર્યા છે. 46 પોલીસ કર્મીઓ પૈકી 12 મહિલા પોલીસ કર્મચારીઓની પણ આંતરિક બદલી થઈ છે.જિલ્લા પોલીસવડાએ બદલી થયેલ કર્મચારીઓને કોઈપણ પ્રકારના પત્ર વ્યવહાર કર્યા સિવાય તાત્કાલિક છૂટા કરી અથવા છૂટા થઈ બદલી થયેલ સ્થળે હાજર થયા અંગેનો રિપોર્ટ કચેરીએ મોકલી આપવા આદેશમાં જણાવ્યું છે.
Tags Aravalli Gujarat sabarkantha