મોડાસામાં શાકભાજી-ફ્રુટનું વેચાણ કરનારાઓ માસ્ક વગર જોવા મળી રહ્યા છે ઃ શહેરીજનોમાં જાગૃતિનો અભાવ

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી
લોકડાઉનના ચોથા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે અનલોક-૧ અમલી બનાવી કેટલીક છુટછાટો સાથે બજારો પુનઃ ધમધમતા કરવામાં આવ્યા છે મોડાસા શહેરમાં ૪૧ લોકો કોરોનાગ્રસ્ત થયા છે જેમાં ૭ લોકોના મોત નિપજ્યા છે હાલ મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો નગરજનોના માથે તોળાઈ રહ્યો છે ત્યારે મોડાસા શહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા વ્યક્તિઓ પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી મોડાસા પાલિકા દ્વારા ખાનાપૂર્તિ શરુ કરવામાં આવી છે બીજીબાજુ શહેરમાં “દિવા તળે અંધારું” જેવો ઘાટ સર્જાયો છે મોટા ભાગના ફેરિયાઓ, વેપારીઓ માસ્ક વગર જ વેપાર કરવા છતાં તેમની સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે
મોડાસા શહેરમાં મુખ્ય માર્ગો પર ફેરિયાઓ માસ્ક પહેર્યા વગર વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાથી શહેરીજનોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગે માસ્ક પહેર્યા વગર વેચાણ કરનાર ફેરિયાઓ સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવે અને હેલ્થકાર્ડ ધારક ફેરિયાઓને જ વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવે નહીતો આગામી સમયમાં કોરોના થી અનેક લોકો સંક્રમિત થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે મોડાસા શહેરના ચાર રસ્તાથી મખદૂમ ચોકડી, ડીપ વિસ્તાર, મેઘરજ રોડ અને માલપુર રોડ પર શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરનારા ફેરિયાઓ,માલપુર રોડ પર સૌરાષ્ટ્રથી આવેલા કેસર કેરીના ટેમ્પો લઇ ઉભા રહેતા વેપારીઓ માસ્ક પહેર્યા વગર બિન્દાસ્ત ધંધો કરી રહ્યા છે આવા ફેરિયાઓ અને વેપારીઓ નગરજનો માટે સુપર સ્પ્રેડર બનતા કોઈ નહિ અટકાવી શકે નગરપાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગે માસ્ક પહેર્યા વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર શખ્શો સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોમાં માંગ પ્રબળ બની છે.
કોરોના મહામારીને નાથવા માટે લોકડાઉન અમલી બનાવ્યા બાદ લોકડાઉનના ચાર તબક્કા પછી અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટો સાથે બજારોને ખુલ્લા કરાયા છે.
જો કે કોરોના વાયરસનું સંક્રમણ અટકે અને મહામારી વકરે નહી તે માટે બજારોમાં ભીડ ન જામે અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તેમજ બજારમાં ખરીદી તેમજ કામકાજ અર્થે બહાર નીકળતા લોકો ફરજિયાત માસ્ક પહેરે તેવું સુચન કરવામાં આવ્યું છે. તેમ છતાં શહેરમાં ખરીદી કરવા ઉમટતી ભીડ પણ માસ્ક પહેર્યા વગર બિન્દાસ્ત ખરીદી કરતી અને બજારોમાં ટહેલતી જોવા મળી રહી છે વાહનચાલકો પણ માસ્ક પહેર્યા વગર ખુલ્લેઆમ નગરમાં ફરતા જોવા મળી રહ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.