મોડાસા શહેરમાં : ફાયર સેફ્ટી મુદ્દે પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 80 એકમોને નોટિસ ફટકારાઇ

અરવલ્લી
અરવલ્લી

મોડાસા શહેરમાં છેલ્લા પાંચ દિવસથી પાલિકાના ફાયર વિભાગ અને નિયુક્ત કરેલી કમિટી દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે ચકાસણી હાથ ધરાઇ છે. જેમાં સોમવારે શહેરમાં આવેલી મુખ્ય કોલેજ સંકુલ અને હોસ્પિટલો, મોલ અને કાપડના શોરૂમ સહિત 15 એકમોમાં ચકાસણી દરમિયાન ફાયર સેફ્ટીનો અભાવ જણાતાં નોટિસ ફટકારાઇ હતી. સૌથી અગત્યની બાબત તો એ છે કે શહેરની આર્ટસ કોમર્સ કોલેજ સંકુલમાં રોજિંદા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અવરજવર કરે છે ત્યાં આગળ અને જુદી જુદી ઓફિસોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું ચકાસણી દરમિયાન જણાતાં નોટિસ ફટકારાઇ હતી. ફાયર સેફ્ટી મુદ્દે કોલેજ સત્તાવાળાઓની બેદરકારી બહાર આવી છે.

મોડાસા શહેરમાં પાલિકાના ફાયર વિભાગ અને જુદા જુદા વિભાગોના અધિકારીઓની નિયુક્ત કરેલી કમિટી દ્વારા છેલ્લા પાંચ દિવસથી ફાયર સેફ્ટી મુદ્દે ચકાસણી હાથ ધરી અત્યાર સુધીમાં 80 જેટલા એકમોને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ ફટકારાઇ છે. સોમવારે મોડાસા શહેરમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન મોડાસા આર્ટસ કોમર્સ કોલેજ , મોલ અને કપડાનો શોરૂમ તેમજ હોસ્પિટલો સહિત 15 એકમોને નોટિસ ફટકારાઇ હતી. સૌથી અગત્યની બાબત એ છે કે રોજિંદા હજારો દર્દી અને તેના સગાઓની અવરજવર રહે છે તેવા શહેરી વિસ્તારમાં આવેલી સૌથી વધુ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું ચકાસણી દરમિયાન બહાર આવ્યું છે.

પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 80 એકમોને નોટિસ ફટકારાઇ હોવાનું ફાયર વિભાગના ઓફિસર જણાવ્યું હતું. જેમાં સૌથી વધુ શહેરની 40 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું ચકાસણી દરમિયાન જાણવા મળતાં હોસ્પિટલોના માલિકોની બેદરકારી બહાર આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.