મેઘરજ તાલુકામાં શાળાઓમાં આરોગ્યની ટીમે બાળકોને ડ્રોપ તેમજ માર્ગદર્શન અપાયું

અરવલ્લી
અરવલ્લી

મેઘરજ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો માટે શાળામાં કેમ્પ યોજાયા હતા.ચોમાસા બાદ સમગ્ર ગુજરાતમાં આંખોમાં ઇન્ફેક્શનનો રોગ જોવા મળે છે. આ રોગમાં આંખો લાલ થવી, આંખો ફૂલી જવી, આંખમાં બળતરા સાથે પાણી આવવું વગેરે લક્ષણો જોવા મળે છે. જેના સામે રક્ષણ મેળવવા માટે સારવાર પણ જરૂરી છે. ત્યારે મેઘરજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાની શાળાઓમાં આરોગ્યની ટીમ દ્વારા દરેક બાળકો નની આંખોનું સ્ક્રીનીંગ કર્યું અને કંજેકટીવાઈટીસના રોગવાળા બાળકોને ડ્રોપ આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આમ આરોગ્ય વિભાગની અનોખી કામગીરીથી ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને આ રોગ સામે પૂરતી સારવાર મળી રહી છે. આ સમગ્ર મેઘરજ તાલુકામાં આરોગ્ય અધિકારીએ માહિતી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.