મોડાસાના ઇટાડી ગામે પરણીતાને પતિ સહિત સાસરીઆએ લાકડી વડે ઢોરમાર માર્યો

અરવલ્લી
અરવલ્લી

મોડાસાના ઇટાડી ગામે પરણીતાને પતિ સહિત સસરાએ લાકડી વડે ઢોર માર મારતા ભોગ બનનાર પરણીતા એ મોડાસા રૂલર પોલીસમાં પતિ, સસરા અને સાસુ સામે નોંધાવી ફરિયાદ ઇટાડી ગામે રહેતા 23 વર્ષીય તૃપ્તિબેન બારોટના લગ્ન નવ વર્ષ પહેલાં ગામમાં એક જ ફળિયામાં રહેતા તેમની જ જ્ઞાતિના ભાવેશ કુમાર બારોટ સાથે થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન સારી રીતે ચાલ્યું પણ છેલ્લા પાંચેક વર્ષથી તૃપ્તિબેનને તેમના પતિ ભાવેશ બારોટ અને સાસુ સસરા કોઈને કોઈ બહાને શારીરિક અને માનસીક રીતે ત્રાસ આપતા હતા. ત્યારે ગત 14 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં તૃપ્તિ બારોટ રસોડામાં રોટલી બનાવતા હતા. તે સમયે સસરા અશોક બારોટ જોરજોરથી અપશબ્દો બોલી તૃપ્તિબેનને ઢસડીને બહાર ખેંચી ગયા હતા.તે દરમિયાન તેનો પતિ ભાવેશ બારોટ અને સાસુ મંજુલા બારોટ સોટી વડે બરડામાં ચાઠા પડી ગયા એ રીતે બેરેહમીથી માર મારવા લાગ્યા હતા. તૃપ્તિબેનને સાસરુ અને પિયર એક જ ગામમાં હોવાથી તેમના પિતા પ્રવીણ બારોટ અને તેમના મમ્મી બચાવવા આવ્યા તો તેમને પણ જોરજોરથી માર મારવા લાગ્યા હતા. તેમના પતિ અને સસરા જોરથી દંડો માથામાં મારવા જતા હતા ત્યારે વચ્ચે હાથ રાખી દેતા તૃપ્તિના પિતાને હાથમાં ફેક્ચર થયું છે. જેથી ઇજાગ્રસ્ત તૃપ્તિ અને તેના પિતા સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાયા અને મોડાસા રૂલર પોલીસમાં પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ દ્વારા સાસુ સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ ગઈકાલે પોલીસ સ્ટેશન સાસુ સસરા અને પતિ ત્રણેય જાતે જ પોલીસ સ્ટેશન હાજર થઈ અને જામીન મેળવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.