અરવલ્લી જિલ્લામાં દંપતિએ રોહિત સમાજના ઘરે 18 વર્ણના અગ્રણીઓ સાથે ભોજન લઈ 15 વર્ષનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો

અરવલ્લી
અરવલ્લી

મોડાસા શહેરના અને અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચના અધ્યક્ષ ચંદ્રકાન્ત પટેલ અને તેમના પત્નીએ સમાજને નવી રાહ ચીંધતુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.વાત છે મોડાસા તાલુકાના બડોદરા ગામની, બડોદરા ગામે મોડાસાના દંપત્તિ ચંદ્રકાન્ત પટેલ અને તેમના પત્ની ભાવના પટેલે પોતાની 15 વર્ષના સંકલ્પને રોહિત સમાજના ઘરે જઈને પૂરો કર્યો હતો.​​​ ચંદ્રકાન્ત પટેલના પત્ની ભાવના પટેલ છેલ્લા 15 વર્ષથી પોતાના ઘર સિવાય કોઈના પણ ઘરનું પાણી કે ભોજન લેતા નહોતા. ત્યારે અમાસના દિવસે તેમનો સંકલ્પ પૂર્ણ કરવા માટે સમાજમાં રહેલી અસ્પૃશ્યતા નિવારવા અને સામાજિક સમરસતા જળવાઈ રહે એવા શુભ આશયથી મોડાસાના બડોદરા ગામે રોહિત સમાજના ભાનુભાઈ રોહિતના ઘરે જઈ તમામ જ્ઞાતિના અગ્રણીઓને બોલાવીને પોતાનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો હતો. તેઓ જ્યારે રોહિત સમાજના ભાનુભાઈના ઘરે પહોંચ્યા ત્યારે ભાનુભાઈ રોહિત અને સમાજના અગ્રણીઓએ આવું ઉત્તમ ભેદભાવ દૂર કરવાનો કાર્યક્રમ બનાવનાર ચંદ્રકાન્તભાઈ અને તેમના પત્નીનું તિલક કરીને પુષ્પ આપી સ્વાગત સાથે આવકાર્યા હતા.આ સમયે તમામ જ્ઞાતિના અગ્રણીઓ સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામે સામાજિક સમરસતા જાળવવા 15 વર્ષની તપશ્ચર્યાનો સંકલ્પ એક રોહિત સમાજના વ્યક્તિના ઘરે અઢારે વર્ણની વચ્ચે પૂર્ણ કર્યો જેનાથી તમામ જ્ઞાતિના અગ્રણીઓએ પણ પ્રેરણા લીધી અને સમાજમાં રહેલ છૂત અછૂતના ભેદભાવ મિટાવીને સર્વ જ્ઞાતિ એક સમાનની ભાવના કેળવવા કટિબદ્ધ બન્યા હતા.આ કાર્યક્રમના અંતે તમામ જ્ઞાતિજનો ઊંચનીચનો ભેદભાવ ભૂલી જઇને સાથે બેસી ભોજન પ્રસાદ લીધો હતો અને આવું ઉત્તમ સામાજિક સમરસતાનું કાર્ય કરનાર ચંદ્રકાન્તભાઈ અને તેમના ધર્મપત્ની ભાવના બેનને અભિનંદન પાઠવ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.