અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અરવલ્લી
અરવલ્લી

સરકારી તંત્રમાં ભરતીની બાબત હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે અન્ય કોઈ પરીક્ષા તમામ બાબતોમાં ગેરરીતિ બહાર આવવા લાગી છે. ત્યારે તાજેતરમાં ઉર્જા વિભાગમાં કરાયેલી ભરતીમાં ખોટી રીતે ભરતી કરાઈ હોવાનો પર્દાફાશ થતા સુરત એલસીબીએ કેટલાક કૌભાંડીઓની ધરપકડ કરાયા બાદ ખોટી રીતે ભરતી કરાયેલી બાબતે પોલ ખુલવા પામી છે. ત્યારે આવા તત્વોને પકડવા અને યોગ્ય સજા કરવા આજરોજ અરવલ્લી જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.ગુજરાતમાં ઉર્જા વિભાગમાં કરાયેલી ભરતી ખોટી રીતે કરાઈ હોવાની સુરત એલસીબી દ્વારા પર્દાફાશ કરાયો છે. ત્યાર બાદ કેટલાક કૌભાંડીઓની ધરપકડ પણ કરી છે. પોલીસની પૂછપરછમાં જે ઉમેદવારોની ભરતી કરાઈ છે તેમના નામ પણ ખુલ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે જે ઉમેદવારોના નામ ખુલ્યા છે તેઓની ધરપકડ કરીને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.