મોડાસા નગરમાં હોમગાર્ડ જવાનો દ્વારા સરકારની યોજનાના હોર્ડિંગ્સ સાથે રેલી યોજાઈ

અરવલ્લી
અરવલ્લી

દરેક વિભાગના સ્થાપના નિમિત્તે જે તે દિવસની ખાસ ઉજવણી કરાતી હોય છે. ત્યારે આજે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડનો સ્થાપના દિવસ છે. એની ઉજવણી રૂપે મોડાસા શહેરમાં રેલી યોજાઈ હતી.


આજે 6 ડિસેમ્બર એટલે હોમગાર્ડનો સ્થાપના દિવસ. આજના દિવસે ગુજરાતમાં સંરક્ષણ માટે પોલીસની સાથે હોમગાર્ડ યુનિટની શરૂઆત કરાઈ હતી અને આજના દિવસથી આમ જનતાની સુરક્ષા માટે હોમગાર્ડ કમાન્ડર સેવામાં જોડાયા હતા. ત્યારે આજના સ્થાપના દિવસ માટેની ઉજવણી અર્થે મોડાસા શહેરમાં સરકારી યોજનાના હોર્ડિંગ્સ હાથમાં રાખીને પરેડ સહિતની રેલી યોજાઈ આ રેલીમાં હોમગાર્ડના પીઆઈ કમાન્ડિંગ અધિકરી સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો જોડાયા હતા. આજના દિવસે નાગરિક સંરક્ષણ દિવસ તરિકે પણ ઉજવવામાં આવે છે. જનતામાં સુરક્ષાને લઈ જાગૃતિ આવે એ માટે પણ કાર્યક્રમ યોજાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.