અરવલ્લી જિલ્લાના માલપુર, મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ

અરવલ્લી
અરવલ્લી

હવામાન વિભાગે નવરાત્રીના પ્રથમ દિવસથી વરસાદી વાતાવરણ રહેવાની જે અગાહી કરી હતી તે મુજબ અરવલ્લી જિલ્લામાં આજે બપોરે 3 વાગ્યા બાદ વરસાદ થયો છે.અરવલ્લી જિલ્લાના માલપુર મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બપોરે 3 વાગ્યા બાદ એકાએક પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. માલપુર નગર સહિત ગોવિંદપુર, સજ્જનપુરા કંપા, નવા ઘરા, ઉભરાણમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.


મેઘરજ તાલુકાના રામગઢી, ભૂતિયા, લીંબોદરા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે. મોડાસાના માલપુર રોડ, ડુગરવાડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે નવલી નવરાત્રીનો પ્રથમ દિવસ છે ત્યારે વરસાદી વાતાવરણના કારણે ખેલૈયાઓમાં પણ નિરાશા છવાઈ છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.