હફસાબાદમાં કૂતરાંએ બાળકી પર હુમલો કરતાં 30 ટાંકા આવતાં પ્લાસ્ટિક સર્જરીનો વારો આવ્યો

અરવલ્લી
અરવલ્લી

મોડાસા પાસેના હફસાબાદમાં ઘરના આંગણામાં રમી રહેલી પાંચ વર્ષીય બાળકી ઉપર હડકાયા થયેલા કૂતરાંએ અચાનક હુમલો કરતાં હુમલામાં ગંભીર રીતે હોઠના અને પગના ભાગે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને મોડાસા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાઇ હતી. બાળકીને 30 ટાંકા આવતાં પ્લાસ્ટિક સર્જરી કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં હડકાયા થયેલા કૂતરાંએ 4 જેટલા લોકોને બચકાં ભર્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

હફસાબાદમાં બે દિવસ અગાઉ ઘરના આંગણામાં બાળકો રમી રહ્યા હતા. દરમિયાન પાંચ વર્ષીય બાળકી ઉપર હડકાયા કૂતરાંએ અચાનક હુમલો કરી બાળકીના હોઠના અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકીએ બૂમાબૂમ કરતાં પરિજનો દોડી આવીને બાળકીને કૂતરાંના પંજામાંથી છોડાવી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. યુવાનોએ કૂતરાંનો પીછો કરતાં તે ખેતરો તરફ ભાગી છૂટ્યો હતો. કૂતરાંના હુમલાનો ભોગ બનેલી બાળકીને તાત્કાલિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી.પરંતુ હોઠના અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે બાળકીને તાત્કાલિક અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી. બાળકીને હોઠના અને પગના ભાગે 30 કરતાં વધુ ટાંકા આવ્યા હતા. બાળકીનો હોઠ આખે આખો કૂતરાંએ કરડી ખાતાં પરિજનોને બાળકીને આગામી સમયમાં પ્લાસ્ટિક સર્જરી કરવાની નોબત આવી હતી. હડકયા કૂતરાંના આતંકના પગલે ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો હતો.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.