ગારૂડી ગામે નગરપાલિકા દ્વારા વેસ્ટ કચરાના નિકાલ માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અરવલ્લી
અરવલ્લી

મોડાસા નગરપાલિકા ડમ્પિંગ સાઈડની જગ્યાનો ત્રીજી જગ્યાએ પણ વિરોધ થયો. ગ્રામજનો આવેદનપત્ર આપવા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.મોડાસા નગરપાલિકા દ્વારા મોડાસા પાલિકા વિસ્તારના વેસ્ટ લીલો અને સૂકો કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઈડ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં પડેલી છે. સૌ પ્રથમ પાલનપુર ખાતે જગ્યા નક્કી કરી હતી. ત્યાં સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો. ત્યાર બાદ મોડાસાના મહાદેવ ગ્રામ-બાકરોલ પાસે ડમ્પિંગ સાઈડ નક્કી કરી ત્યારે ત્યાં પણ ખેતીની જમીનોને નુકશાન જવાની ભીતિ સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. જેથી આ સાઈડ મોડાસાના ગારૂડી ખાતે આવેલા ગૌચર જમીનમાં ફાળવણી કરી છે. જેથી ગારૂડી ગામના લોકોએ પણ આ ડમ્પિંગ સાઈડનો વિરોધ કર્યો છે. સ્થાનિકોનું જણાવવું છે કે, આ ગંદા કચરાના નિકાલ માટે મોડાસા પાલિકા વિસ્તારમાં જગ્યા નક્કી કરો, અહીં આસપાસના લોકોના સ્વાસ્થ્યને અસર પહોંચે છે. જેથી ગ્રામજનોએ આ ડમ્પિંગ સાઈડ ગારૂડીની જગ્યાએ અન્ય જગ્યાએ ફાળવવા માટે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.