અરવલ્લી જિલ્લામાં ફળ અને શાકભાજી સંઘે ટૂંકાગાળામાં કરેલી પ્રગતિ બિરદાવી

અરવલ્લી
અરવલ્લી

મોડાસા ખાતે જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘની મળેલી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં જિલ્લામાં ફળ અને શાકભાજી નું ઉત્પાદન કરતા ખેડૂતો નું ઉત્પાદન વધુ થાય અને તેમની આવક બમણી થાય તે માટે ભાર મુકાયો હતો.અરવલ્લી જિલ્લામાં ફળ અને શાકભાજી સહકારી સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભા મોડાસા વલ્લભ સદન ખાતે સંઘના ચેરમેન શામળભાઈ બી.પટેલના પ્રમુખપદે યોજાયેલ સભામાં રાજ્યનાઅન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, સંઘના ડીરેક્ટરો, દરેક તાલુકાના મંડળી અને વ્યક્તિ સભાસદો અને એમના પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી ભીખુસિંહ પરમારે પ્રાસંગિક પ્રવચનમાં ફળ અને શાકભાજી સંઘે ટૂંકાગાળામાં કરેલી પ્રગતિ બિરદાવી હતી અને કેન્દ્રીય સહકાર અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા સહકારથી સમૃદ્ધિનો જે અભિગમ અપનાવ્યો છે તેના થકી આ સહકાર ક્ષેત્રનું ભાવિ ઉજળું હોવાનું જણાવી ફળ અને શાકભાજી સંઘ થકી ખેડૂતોને એમની આવક બમણી કરવામાં ખૂબ જ મદદરૂપ થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.ચાર વર્ષના ગાળામાં આ સંઘે ખેડૂતના ફળ અને શાકભાજીના બિયારણ થી લઈ ઉત્પાદન વધે અને એના પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળે ને ખેડૂત સારી આવક મેળવતો થાય એ દિશામાં સંઘે જે કામગીરી કરી એની છણાવટ કરી હતી અને આગામી વર્ષમાં કરવાના કામો, ફળ અને શાકભાજી ઉગાડતા ખેડૂતોને વધુ સારી રીતે ઉપયોગી થવા પુરા પ્રયાસો કરવાની જણાવ્યું હતું જિલ્લા સહકારી આગેવાનોને મળેલી બેઠકમાં તાજેતરમાં સાબરકાંઠા બેન્કનો ચૂંટાયેલ ડિરેક્ટરોનું પણ સન્માન કરાયું હતું આ સંઘનામેનેજર ભાનુભાઈ એન.પટેલે એજન્ડા મુજબની કામગીરી અને સભા સંચાલન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.