શામળાજીની અસાલ GIDCમાં 4 મહિનાથી બંધ ઇક્કો વેસ્ટ કેમિકલ કંપનીમાં આગ

અરવલ્લી
અરવલ્લી

GIDCની કંપનીઓમાં ભીષણ આગની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જ્વલનશીલ કેમિકલ સળગવાના કારણે આગ લાગતી હોય છે. આવી જ એક ઘટના શામળાજી પાસે આવેલ અસાલ GIDCમાં વહેલી સવારે બનવા પામી છે. શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે છેલ્લા 4 માસથી બંધ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી અને સ્થાનિક સરપંચે ફાયર વિભાગને જાણ કરતા મોડાસા સહિત આસપાસની 10 ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

શામળાજી-હિંમતનગર હાઇવે પર આવેલ અસાલ ગામે GIDCમાં આવેલા ઇક્કો વેસ્ટ કેમિકલમાં આજે વહેલી પરોઢે આગની ઘટના સામે આવી છે. આ કેમિકલ કંપની છેલ્લા 4 માસથી બંધ હતી. વહેલી સવારે કંપનીમાં વોચમેન હાજર હતા અને આગની ઘટના બની. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સરપંચને જાણ કરી હતી. અસાલ ગામના સરપંચે મોડાસા ફાયર વિભાગને જાણ કરતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે આવી પાણીનો મારો શરૂ કર્યો હતો.ફાયર ટીમ પહોંચી એ અગાઉ જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઊડવા લાગ્યા હતા. કંપનીમાં લગભગ 50 કરતાં વધુ ટેન્કર કેમિકલનાં ભરેલાં ​હતાં. તે સંપૂર્ણ કેમિકલ સહિત ટેન્કરો આગમાં બળીને ખાખ થઈ હતી અને કરોડોનું નુકસાન થવા પામ્યું છે. મોડાસા ફાયર વિભાગે અરવલ્લી જિલ્લામાં મેજર કોલ જાહેર કર્યો છે અને આગને કાબૂમાં લેવા માટે હિંમતનગર, મહેસાણા, ઇડરથી પણ વધુ 10 ફાયરની ગાડીઓ બોલાવી આસપાસની કંપનીઓને નુકસાન ન થાય તે માટે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.