અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં આજરોજ ચોથા દિવસે સતત વરસાદની બેટિંગ ચાલુ છે. બપોર બાદ શામળાજી-ઉદયપુર હાઇવે પર ધમાકેદાર વરસાદ વરસાયો હતો. જ્યારે મોડાસા શહેર અને માલપુરમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું. ધનસુરાના અંબાસર ગામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. આજરોજ ભીલોડા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદ થયો છે. ભિલોડા નગર સહિત નવા ભવનાથ, લીલછા, ખલવાડ, ધોલવાણી, ખુમાપુર અને માંકરોડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખેડૂતો એ શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર પણ કરી દીધું હતું. ત્યારે એક સપ્તાહથી વરસાદે ભિલોડા તાલુકામાં હાથ તાલી આપી હતી. આજે બપોર પછી ધોધમાર વરસાદ થતાં ભારે ખુશી વ્યાપી છે. ખેડૂતો માટે જાણે આ વરસાદે આકાશમાંથી કાચું સોનુ વરસ્યુ હોય એટલી ખુશી આપી હતી. આમ આજે ચોથા દિવસે પણ અરવલ્લી જિલ્લામાં વરસાદની બેટિંગ યથાવત રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.