પેપ્સી ફાઈવ કંપનીના બટાકાનું બિયારણ નકલી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

અરવલ્લી
અરવલ્લી

હાલ દરેક ચીજવસ્તુઓની નકલ થવા લાગી છે ત્યારે જે જગતનો તાંત છે કે દરેક માણસ માત્રને અનાજ પકવીને આપે છે, શાકભાજી પકવીને આપે છે. તેને નકલી બિયારણ કંપની દ્વારા પધરાવવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને મહેનત અને નાણા માથે પડવા લાગે છે. આવી જ એક ઘટના મોડાસાના હફસાબાદ ગામે બનવા પામી છે. ખેડૂતે મોટી આશાએ એક માસ અગાઉ કરેલા બટાકાનું વાવેતર બટાકા ના ઉગતા માથે પડ્યું.ગુજરાતમાં નક્કી કચેરી, નકલી ટોલ નાકુ અને હવે નકલી બિયારણ પધરાવતી કંપની સામે ખેડૂતોના આક્ષેપો સામે આવ્યા છે. વાત છે અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા પંથકના અફસાબાદ ગામની. ગામના 5 જેટલા ખેડૂતોએ ચાલુ વર્ષે ખેતી માટે પેપ્સી ફાઈવ નામની કંપનીના બટાકાના વાવેતર માટે મોંઘું વિયારણ ખરીદી લાવી તેનું વાવેતર કર્યું હતુ.


પરંતુ વાવેતર કર્યા ના એક માસ જેટલો સમય વીતવા છતાં માત્ર 20 ટકા જ તેનો ઉછેર થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. પેપ્સી ફાઈવ નામના બિયારણના કટ્ટા દીઠ 1425 રૂપિયા રકમ ચૂકવી, તેનું પાંચ જેટલા ખેડૂતોએ 15 જેટલા વિધા ખેતરમાં વાવેતર કર્યું હતું. પરન્તુ પાક નિષફળ જતા, ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.ખેડૂતોએ ખેતરમાં વાવેલા વાવેતરમાં ખેડ મારી, પાક ઉખાડી ફેકવાનો નિર્ણય કર્યો છે. હાલ નકલી બિયારણના કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવતા, ખેડૂતોએ આવી કંપની સામે કાર્યવાહી કરવા તંત્ર પાસે માગણી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.