અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી
પ્રજાસત્તાક પર્વ, એટલે કે 26મી જાન્યુઆરીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના શહીદ વીરોના બલિદાનની યાદમાં સમગ્ર દેશમાં 26 જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે. ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
ભારત દેશને આઝાદ કરવા અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે અરવલ્લીના બાયડમાં જિલ્લા કક્ષાના 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશાસ્થી પારેકે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. જિલ્લા કલેક્ટરે ખુલ્લી જીપમાં દરેક કર્મચારીઓ અને જિલ્લાવાસીઓનું અભિવાદન જીલ્યું હતું. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ પરેડ યોજાઈ હતી. જિલ્લા વાસીઓને જિલ્લા કલેક્ટરે પ્રજાજોગ સંદેશ રજૂ કર્યો હતો. જિલ્લાના વિકાસના કામોને ગણાવ્યા હતા અને બિરદાવ્યા હતા. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. જિલ્લામાં અલગ અલગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું.