અરવલ્લી જિલ્લા પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારોનેપગાર ન મળતા તંત્ર સામે પગાર વધારાની માગ
કોઈપણ કચેરી હોય કે ઉદ્યોગ તેમાં કામ કરતા કામદારોને યોગ્ય ધારા ધોરણ મુજબ વેતન અપાતું હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારોને પગાર બાબતમાં શોષણ કરાતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
અરવલ્લી જિલ્લા પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારો છેલ્લા કેટલાક વર્ષોથી સફાઈનું કામ કરે છે, પરંતુ એજન્સી દ્વારા તેઓને સરકારના લઘુત્તમ વેતન ધારા મુજબ પૂરતો પગાર મળતો નથી. જે બાબતે સફાઈ કામદારોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પણ તંત્ર દ્વારા સફાઈ કામદારોની રજૂઆતને ધ્યાને લેવાતી નથી. જેથી આજે જિલ્લા પંચાયતમાં સફાઇકામ કરતા તમામ કામદારોએ જિલ્લા પંચાયત આગળ તંત્રને જગાડવા ધરણા કર્યા અને તંત્રને જગાડવા માટે જિલ્લા પંચાયત આગળ ભજન કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.