મોડાસામાં કોરોનાનો તાંડવ યથાવત : ૯ લોકોને કોરોના ભરખી જતા લોકોમાં ફફડાટ
રખેવાળ ન્યુઝ અરવલ્લી : અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝેટીવ કેસ નોંધાઈ રહ્યા છે. મોડાસા શહેરમાં ૫૦ કોરોના પોઝેટીવ દર્દીઓ માંથી ૯ લોકોના મોત નિપજ્યા છે જેમાં ૨૪ કલાકના સમયગાળામાં બે કોરોના પોઝેટીવ અને હિંમતનગર કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ શંકાસ્પદ કોરોના પોઝેટીવ દર્દીનું મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે મોડાસા શહેરમાં કોરોના દર્દીઓ પોઝેટીવ રિપોર્ટ આવ્યાનાં ગણતરીના કલાકોમાં જ મોત ને ભેટતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે મોડાસા શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલાં દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓએ હિમતનગર કોવીડ હોસ્પીટલ સારવાર દરમિયાન દમ તોડી દેતા હિંમતનગર કોવીડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને આપવામાં આવતી સારવાર સામે પણ લોકોમાં અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે મોડાસા શહેરમાં કોરોનાના વધુ બે કેસ પોઝેટીવ દર્દીઓ સાથે કુલ અંક ૫૦ પર પહોંચ્યો છે અરવલ્લી જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ પણ વધી રહ્યાં હોવાથી લોકોમાં ભય છવાયો છે અરવલ્લી જીલ્લા માટે કોરોના પ્રાણઘાતક સાબિત થઇ રહ્યો છે મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી સંક્રમણના ભય હેઠળ મોડાસા શહેરમાં કોરોના પોઝેટીવ દર્દીઓની સંખ્યા વધવાની સાથે મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે મોડાસા શહેરમાં ગુરુવારે કોરોનાથી અને અન્ય એક મુસ્લિમ અગ્રણી અખ્તર ચિસ્તીનું હિંમતનગર કોવીડ-૧૯ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાથી મોત નિપજતાં ચકચાર મચી છે.
Tags Aravalli