અરવલ્લીમાં કોરોના બેકાબુ : ૨૪ કલાકમાં ૫ લોકો કોરોનાગ્રસ્ત

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ અરવલ્લી : સમગ્ર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઈ છે. અત્યાર સુધી સાડ છ હજાર લોકોનાં મોત થયા છે. કોરોના વાયરસનો ચેપ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ લોકોનો કોરોના પોઝેટીવ આવતાં જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૪૭ પર પહોંચી ગઈ છે મોડાસા શહેરમાં સતત કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સાથે ૯ લોકોને કોરોના ભરખી જતા મોડાસામાં કોરોનાનું ભયાવહ રૂપથી લોકો ફફડી ઉઠ્‌યા છે જીલ્લામાં સતત વધી રહેલા કોરોનાનું સંક્રમણ અને મૃત્યુદર ને પગલે નેશનલ હેલ્થ મિશનના એમ.ડી જે.ડી.દેસાઈ મોડાસા દોડી આવ્યા હતા અને જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાથે મુલાકાત કરી પરિસ્થિતિ પર તાગ મેળવ્યો હતો મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી ટ્રાન્સ્મીશન નો ખતરો શહેરીજનો ના માથે મંડરાઈ રહ્યો છે
મોડાસા શહેરમાં નિત્યદર્શ ફ્‌લેટ ,કોટવાલ ફળી , રસુલાબાદ સોસાયટીના ત્રણ લોકો,અમ્રતપુરા કંપા અને બાયડ શહેરની ઉમિયા ટાઉન શીપમાં રહેતા આધેડ કોરોનામાં સપડાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જીલ્લામાં સૌથી વધુ કપરી સ્થિતી મોડાસા શહેરની બની છે અનલોક-૧ માં મળેલી છૂટછાટ માં લોકો જાણે કોરોનાએ વિદાય લીધી હોય તેમ બિન્દાસ્ત બની બહાર નીકળી રહ્યા છે જેથી આગામી સમયમાં કોરોના બામ્બ વિસ્ફોટ થાય તો નવાઈ નહિ આરોગ્ય તંત્ર શહેરમાં સતત વધતા કોરોનાના કેસને લઈને ઉંધા માથે જોવા મળી રહ્યું છે. મોડાસા શહેર સહીત જીલ્લામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અત્યારસુધી ૧૪૭ દર્દીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે મોડાસા શહેરમાં સતત કોરોના સંક્રમણનો અજગરી ભરડો યથાવત રહેતા જિલ્લામાં કોરોનાનું હોટસ્પોટ સેન્ટર બની રહ્યું છે જિલ્લા આરોગ્ય તંત્રએ કોરોનાનું સંક્રમણ અટકાવવા સઘન સર્વેની કામગીરી અને કોરોનાની ચેઇન શોધી તેને નાથવા માટે કડક પગલાં ભરે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.