અરવલ્લી : કોરોનાના નવા ૩ કેસ, લોકલ સંક્રમણ બન્યું બેફામ
અરવલ્લીમાં લોકલ સંક્રમણ બેકાબૂ બનતા દરરોજ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. આજે મોડાસામાં બે અને ધનસુરામાં એક મળી જીલ્લામાં કુલ ત્રણ કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા આ લોકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આજે નવા આવેલા તમામ દર્દીઓને તાત્કાલિક અસરથી સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા અને ધનસુરામાં આજે કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. મોડાસાની નિત્યાદર્શન ફ્લેટમાં રહેતી ૪૯ વર્ષીય મહિલા, માડીવાડામાં રહેતા ૨૧ વર્ષિય મહિલા અને ધનસુરાના હીરાખડી કંપાના ૬૬ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અનલોક-૧માં મળેલી છુટછાટોને કારણે આવન-જાવન વધતાં લોકલ કોરોના સંક્રમણ બેફામ બન્યુ છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૨૧૩ કેસ સામે આવ્યા છે.