ભિલોડામાં મહાસંમેલનમાં ભાજપ અને આપ પર કોંગ્રેસના પ્રહાર

અરવલ્લી
અરવલ્લી

હાલ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષોએ વિધાનસભા બેઠકો માટે પોતાની કમર કસી છે. ત્યારે ભિલોડાના મોહનપુર ગામે કોંગ્રેસનું મહાસંમેલન યોજાયું હતું. જ્યાં ભરતસિંહ સોલંકીએ ચાલુ સભામાં ઉભા થઈને અશોક ગહેલોતને ઈશારા કરતો વીડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો છે.

ભિલોડાના મોહનપુર ગામે કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની ઉપસ્થિતિમાં મહા સંમેલન યોજાયું હતું. આ સંમેલન માં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, મધુસુદન મિસ્ત્રી, ભરતસિંહ સોલંકી સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અશોક ગહેલોતે ભિલોડાના કોંગી ધારાસભ્ય સ્વ:ડૉ અનિલ જોષીયરાના પુત્ર કેવલ જોષીયરાને ભાજપે કોરોનાની દવા આપી, એમાં એ વેચાઇ ગયો. આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી કે જેઓ પોરબંદરના હતા અને દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એવા રાષ્ટ્રપિતા ની મહાત્મા ગાંધીની તસ્વીર ચલણી નોટો પર હટાવવાની વાત કરવા નીકળી પડ્યા છે. એમને ગુજરાતમાં ઘૂસવા દેવા ના જોઈએ.

સભામાં જ્યારે મધુસુદન મિસ્ત્રી પોતાનું પ્રવચન કરી રહ્યાં હતાં. ત્યારે ચાલુ સભામાં ભરતસિંહ સોલંકી ઉભા થઇને અશોક ગેહલોત અને રઘુ શર્માને મોટા મોટા ઈશારા કરીને જાણે ઉગ્ર ચર્ચા કરી રહ્યાં હોય તેવા વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને લઈ રાજકારણ ગરમાયું છે. શું વાતચીત હતી એ કઈ જાણી શકાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.