અરવલ્લી જિલ્લામાં ચાર દિવસથી વાદળ છાયા વાતાવરણને લઈજમીનમાં ધૂંધળી ટીપકીવાળી ઈયળોનો ઉપદ્રવ

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં છ હજારથી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કરેલું પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા પકાઈના પાકમાં ઈયળો પડતા, પાકમાં રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે.અરવલ્લીમાં 6 હજારથી વધુ હેક્ટર જમીનમાં મકાઇની વાવણી થઈ છે. જ્યાં ખાસ કરીને મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે. જ્યાં વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારના કારણે મકાઈમાં પાનખાઉ નામની ઈયળ પડતાં ખેડૂતો ત્રસ્ત બન્યા છે. મકાઈની ડુંડામાં એટલે કે ડુંડમાં છુપાઈ રહેલી આ ઈયળ પાકનો સફાયો કરે છે. જ્યાં મકાઈના પાકનો વિકાસ પણ અટકાઈ દે છે.


મોડાસા તાલુકાના બામનવાડ ગામના ખેડૂતોએ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં ખેડૂતોએ મકાઈની વાવણી કરી છે. મકાઈની વાવણી થયા અને હજુ તો 40થી 50 દિવસ વિત્યા છે, ત્યારે મકાઈમાં નવા ફૂટી રહેલા ડુંડા એટલે કે ડુંખમાં છુપાઈ રહેલી પાનખાઉ ઈયળ પાકનો સફાયો કરતી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો સફાયો કરતી હોય છે અને ખેડૂતનો મકાઈનો છોડ નિષ્ફળ જતો હોય છે, ત્યારે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે ખેડૂતોની માગ છે કે, ખેતીવાડી વિભાગ દ્વારા આ રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી ખેડૂતો પોતાનો પાક બચાવી શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.