અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો રોગચાળામાં વધારો થવાની સંભાવના
હાલ શિયાળાની ઋતુ પુરબહારમાં ખીલી છે, ત્યારે વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે. આવા પાલટાયેલા વાતાવરણના કારણે ખેતીવાડીને વ્યાપક અસર થતી હોય છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. આકાશમાં ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું, બપોર થવા છતાં વિઝીબિલિટી ઓછી જોવા મળી રહી છે. એક તરફ કકડતી ઠંડી અને બીજી તરફ ધુમ્મસ ભર્યા વાતાવરણના લીધે રોગચાળામાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે.