મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં શાળામાં જતા બાળકોને બિસ્માર કાદવ-કીચડમાં ચાલવા મજબૂર

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બિસમાર જોવા મળે છે. જેના કારણે એસટી બસ આવતી નથી અને મજબૂરીમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ખરાબ રસ્તે ચાલીને જવું પડે છેએવું નથી કે સીમાઓની સરહદો માત્ર એક દેશથી બીજા દેશ જવા માટે નડતી હોય છે, પરંતુ અહીં તો તાલુકાઓ વચ્ચે પણ સરહદો નડી રહી છે અને એનો ભોગ અંતરિયાળ સરહદોને જોડાતા ગામોના લોકો બની રહ્યાં છે. આવો જ કિસ્સો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા અને મોડાસા તાલુકાની સરહદ ઉપર આવેલા જાલીયા ગામે જોવા મળ્યો છે. ભિલોડા તાલુકાનું જાલીયા ગામ 70 ઘરોની વસ્તીવાળું ગામ છે. ગામથી બાળકો અભ્યાસ માટે નજીકમાં 5 કિલોમીટરના અંતરે આવેલા મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામે જાય છે, પરંતુ આંઠ વર્ષ પૂર્વે આ બંને ગામોને જોડતો બનેલો રસ્તો બિસમાર બની ચૂક્યો છે. જેના કારણે સ્થાનિકો સાથે શાળમાં જતા બાળકો હાલાકી ભોગવી રહ્યા છે.આખા દિવસ દરમિયાન ગામમાં ચાર જેટલી એસટી બસો આવતી હતી.પરંતુ રસ્તો બિસ્માર બન્યા બાદથી હાલ માત્ર એક જ બસ આવી રહી છે અને એ પણ સમયસર નહિં આવતા બાળકોને શાળામાં જવા માટે અન્ય ખાનગી વાહનો કે 3 કિલોમીટર ચાલીને જવા મજબુર બનવું પડી રહ્યું છે. જેથી બાળકો સમયસર શાળામાં પહોંચી નહિં શકતા અભ્યાસ પણ બગડી રહ્યો છે. ત્યારે સત્વરે રસ્તો રીપેરીંગ થાય તેવું સ્થાનિકો માગ કરી રહ્યા છે.બાળકોનું ભણતર બગાડતા રસ્તાની સમસ્યા માટે ગામના સ્થાનિકો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તાલુકાની સરહદોની સીમાઓમાં વહેંચાયેલા બંને ગામોની વચ્ચે સ્થાનિકો વિકાસ જંખી રહ્યા છે. વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા યોગ્ય સાધાન વ્યવસ્થા નહિં હોવાના કારણે ડરી રહ્યા છે. ત્યારે તંત્ર આ વાલીઓ અને બાળકોની વેદના સમજે અને રસ્તો રીપેરીંગ કરી ગામલોકોની સમસ્યા હલ કરે તેવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.