નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ગરબા રમતી વખતે છાતીમાં દુખાવો ઊપડ્યો : ગરબામાંથી બહાર નીકળતાં જ ઢળી પડ્યા

અરવલ્લી
અરવલ્લી

હાલ હાર્ટ એટેકની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહી છે. કસરત કરતા કે વાહન ચલાવતા કે પછી ઘરે જ બેઠા હોય ત્યારે અચાનક યુવાનોને એટેક આવવાના કિસ્સાઓ વધ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં વધુ એક 54 વર્ષીય બિલ્ડરનું ગરબા રમતા હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું.અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જેશીંગપુર ગામે સહિયારી નવચંડી યજ્ઞ હતો. જેની પૂર્ણાહુતી બાદ ગામના સૌકોઈ ભાઈ-બહેનો ગરબે ઘૂમતા હતા. બરાબર ગરબાની રમઝટ જામી હતી ત્યાં કમલેશ પટેલ લેન માર્ક બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અને બિલ્ડરનો વ્યવસાય કરતા પ્રવીણ.બી. પટેલ ગરબા રમતા રમતા એકાએક સાઈડમાં જતા રહ્યાં હતા.

મોડાસામાં છેલ્લા 4 વર્ષથી સ્થાયી થયેલા પ્રવીણભાઈને ધાર્મિક પ્રસંગમાં એકાએક છાતીમાં દુખાવો ઉપડતા ગરબામાંથી બહાર નીકળ્યા અને તરત જ નીચે ઢળી પડ્યા હતા. પડતાની સાથે જ બેભાન જણાતા તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે હાર્ટ એટેકના કારણે મૃત્યું થયું હોવાનું જાહેર કરતા ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.