અરવલ્લીમાં કારે બે બાઈક ચાલકોને અડફેટે લીધા એકનું મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એકવાર બેફામ કાર ચાલકે એક વ્યક્તિનો ભોગ લીધો છે. આ ઘટના અરવલ્લીના ભિળોડામાં ગંભીરપૂરા ખાતે બની છે. જેમાં રાત્રે અરવલ્લીમાં અમદાવાદના તથ્ય ની માફક જ થઇ હતી. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ લોકો ગંભીર છે.અરવલ્લીમાં ભિલોડાના ગંભીરપુરા પાસે રાત્રે ઘટના બની હતી. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. બે બાઈક પર બેઠેલા ચાર લોકો પર કાર ચડાવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે. ભિલોડા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી છે.
અકસ્માતમાં ગાંધીનગરના 55 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ બાઈક સવારો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘાયલોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યારે પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે. ભિલોડા પોલીસે રાત્રિ દરમિયાન બનેલ અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.