ભિલોડાના ચિભોડા ગામે કારમાં આગ લાગી : પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફરાતફરી મચી
કોઈપણ વાહન હોય તેનું મેન્ટેનન્સ સમયસર થવું જોઈએ અને જો મેન્ટેનન્સ સમયસર ના થાય તો વાહનમાં દુર્ઘટના સર્જાવાની શક્યતા રહે છે. ત્યારે આવી જ એક ઘટના ભિલોડા તાલુકામાં બનવા પામી છે.
ભિલોડાના ચીભોડા ગામે એક 65 વર્ષીય ખેડૂત પોતાની કાર લઈને ખેતરે ગયા હતા. ખેતરમાં જઇને ઘરે આવ્યા બાદ કાર ઘર આગળ પાર્ક કરી હતી. ખેડૂત કાર મૂકી જેવો ઘરમાં ગયો કે, તરત કારમાં એકાએક આગ લાગી ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું અને કાર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ ગઈ હતી. જો કે ખેડૂત કારમાંથી ઉતરી ઘરમાં ગયો ને તરત આગ લાગતા એ ખેડૂત બચી જવા પામ્યો છે. આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યો છે. કારમાં આગ ક્યા કારણોસર લાગી એ જાણી શકાયું નથી.