માલપુરના લુણાવાડા હાઇવે રોડ પર રક્ષેસ્વર મહાદેવ પાસે કાર અને બાઇકનો અકસ્માત

અરવલ્લી
અરવલ્લી

વાહન ચાલકો જ્યારે જ્યારે બેદરકારીથી વાહન ચલાવતા હોય છે ત્યારે ત્યારે નાના વાહન ચાલકો તેજ રફતારના ભોગ બનતા હોય છે. આવી જ એક ઘટના માલપુર લુણાવાડા સ્ટેટ હાઇવે પર બની છે. માલપુરથી લુણાવાડા સ્ટેટ હાઇવે પર રક્ષેસ્વર મહાદેવ પાસેથી બે માલપુરના ગોવિંદપુર ગામના બે યુવકો બાઇક ઉપર પસાર થતાં હતા. એવામાં પાછળથી પુરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે બેદરકારીથી કાર હંકારતા બાઇકને અડફેટે લીધો હતો. જેને લઈ બંને બાઈક સવાર યુવકો બાઇક સાથે લગભગ 50 ફૂટ જેટલા ઢસડાયા હતા. આસપાસના લોકો અકસ્માત સ્થળે દોડી ગયા હતા. ત્યાં સુધી કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવાર યુવકોને સારવાર અર્થે માલપુર સીએચસી ખાતે ખસેડ્યા હતા. આમ કાર ચાલકની ગંભીર બેદરકારી જોવા મળી હતી. સાથે સાથે ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે મોકલવાની જગ્યાએ કાર મૂકી ફરાર થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.