ભિલોડામાં રસ્તા પર ઓવરટેક કરવા જતાં કાર અકસ્માત
ભિલોડાના નંદોજ પાસે બે કાર સામસામે અથડાતા કારમાં સવાર 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.તમામને સારવાર માટે અર્થ 108 દ્વારા ભિલોડા કોટેજ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. 3 ગંભીરને હિંમતનગર સિવિલમાં મોકવામાં આવ્યા હતા.સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઇવે કે ગ્રામ્ય વિસ્તારના રસ્તા હોય, વાહન ચાલકે સ્પીડ લીમિટમાં રાખીને વાહન હંકારવાનું હોય છે. જો ગતિ મર્યાદાનો ખ્યાલ ન રાખે તો ક્યારેક અકસ્માતો સર્જાતા હોય છે. આવી એક ઘટના ભિલોડા તાલુકામાં બનવા પામી છે.
ભિલોડાથી ગાભોઈ તરફના માર્ગે નાંદોજ પાસે સાંજના સમયે બે કાર સામ-સામે ધડાકાભેર અથડાઈ અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાની સાથે કારમાં સવાર મુસાફરોએ ચિચિયારીઓ કરી મૂકી હતી અને આસપાસથી લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.કારમાં સવાર મુસાફરો પૈકી સાત મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. તે તમામને 108 મારફતે સારંવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી 3ને વધુ સારંવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભિલોડા હિંમતનગરના રસ્તા પર ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. સમગ્ર બાબતે ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.