બુટલેગરો દારૂ ઘુસાડવા મરણીયા બન્યા : શામળાજી પોલીસે ટ્રકમાં ડાંગરના ભૂંસાની આડમાં ભરેલ ૧૦.૨૯ લાખના દારૂ સાથે એક ઝડપ્યો

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી
લોકડાઉનની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓની આડમાં લાખ્ખો-કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવ્યા બાદ બુટલેગરો વિવિધ વાહનો મારફતે રાજ્યમાં દારૂ ઠાલવી રહ્યા છે બુટલેગરોમાં વિદેશી દારૂ ઘુસાડવા સિલ્ક રૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો નીતનવા નુસ્ખા અપનાવી રાજ્યમાં દારૂ ઠાલવવા મરણીયા બન્યાં છે શામળાજી પોલીસે બુટલેગરોનો વિદેશી દારૂ ઘુસાડવાનો વધુ એક કિમીયો નિષ્ફળ બનાવી ટ્રકમાંથી ડાંગરના ભૂંસાની આડમાં સંતાડેલ રૂ.૧૦.૨૯ લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે રાજ્યમાં દારૂબંધી કહેવા પૂરતી રહી ગઈ હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે
શામળાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ કે.કે.રાજપુત અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક આવેલા અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજ્સ્થાન બાજુથી ડાંગરનું ભુસુ ભરી આવતા ટ્રક (ગાડી.નં-ઇત્ન. ૧૯.ય્છ. ૩૦૩૫ ) ની શંકાસ્પદ ઝડપ જોઈ પોલીસે અટકાવી તલાસી લેતા ડાંગરનું ભુસુ હટાવતા ટ્રકમા ભરેલી વિદેશી દારૂની પેટી-૨૬૮ કુલ બોટલ નંગ-૩૨૧૬ કીં .રૂ. ૧૦૨૯૧૨૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક, મોબાઈલ -૨ મળી કુલ રૂ.૨૦૩૨૬૨૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક ઉધરામ હરજીરામ બિશ્નોઇ (રહે, ભાટીપ, ઝાલોર-રાજસ્થાન)ની ધરપકડ કરી ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.