ભેમાપુર ગામે LCBઅને મેઘરજ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

અરવલ્લી
અરવલ્લી

મેઘરજના ભેમાપુર ગામે આખ્યાનના ધાર્મિક પ્રોગ્રામમાં સગીરા ગુમ થયાનો મામલો, ચાર વર્ષ અગાઉ યુવતીની થયેલી હત્યાનો ગુન્હો ઉકેલાયો આજથી ચાર વર્ષ અગાઉ મેઘરજ તાલુકાના ભેમાપુર(સાથરીયા) ગામે આખ્યાનના ધાર્મીક પોગ્રામમાં ફરીયાદીની સગીર વયની દીકરી ગુમ થઈ હતી. જે અંગે જે તે વખતે અપહરણ તથા પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ થયેલ. જે ગુનાની ગંભીરતા લઇ અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતા ફરીયાદીની સગીર વયની દીકરીને કોદાળી તથા લાકડી માથામાં મારી મર્ડર કરી કુવામાં નાખી કુવામાંથી બહાર કાઢી પુરાવાનો નાશ કરવાના ઇરાદે મહીસાગર જિલ્લાના વરસડા ગામની સીમમાં આવેલ અડદરી માતા મંદીરના નજીક આવેલ ઉન્ડા ધરામાં રસ્સીથી ધંટીના પડા પથ્થર બાંધી નાખી દીધી હતી.


જે ગુનાના મર્ડર કરનાર તથા પુરાવો નાશ કરવામાં મદદ કરનાર સાત આરોપીઓને પકડી પાડી ગંભીર પ્રકારના મર્ડરના વણ શોધાયેલ ગુનાનો ભેદ જિલ્લા LCB પોલીસ અને મેઘરજ પોલીસે ભેદ ઉકેલ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.