મોડાસાના હફસાબાદ ગામે ખેતરમાં કામ કરતા ખેડૂતો પર ભમરાઓનો હુમલો
ખેડૂતો ખેતરમાં કામ કરતી વખતે અનેક જોખમો ખેડતા હોય છે અને સાહસિક ખેતી કરતા હોય છે. છતાં ક્યારેક જીવજંતુ અને પ્રાણીઓના ભોગ બનવું પડતું હોય છે. ત્યારે આવી એક ઘટના મોડાસા તાલુકામાં બનવા પામી છે.
મોડાસાના હફસાબદ ગામે આજે બપોરે ખેડૂતો ખેતરમાં જંતુનાશક દવા છંટવાની કામગીરી કરી રહ્યા હતા. એવામાં એકાએક ભમરાનું ઝુંડ આવ્યું અને ખેતરમાં કામ કરતા કામદારો પર હુમલો કર્યો અને ખેડૂતોમાં ભારે આફરાતફરી મચી ગઇ હતી. ભમરાઓના ટોળાથી બચવા માટે દોડાદોડ મચી હતી. કામ કરતા કામદારોમાંના 4 ખેડૂતોને ભમરાએ ડંખ માર્યો હતો અને ઇજાગ્રસ્ત કર્યા હતા. તમામને સારવાર સર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.