મોડાસા કોલેજ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓને થેલેસીમિયાના રોગની જાણકારી અપાઈ
મોડાસા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા કોલેજના વિધાર્થીઓ થેલેસેમીયા રોગ પ્રત્યે વિધાર્થીઓ જાગૃત થાય અને તેના વિશે માહિતગાર થાય તે હેતુથી થેલેસેમિયા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના 200 થી વધુ વિદ્યાથીઓએ થેલેસેમીયા પરિક્ષણ કરાવીને આ કેમ્પને અદભુત સફળતાં અપાવી હતી.
ઇન્ડીયન રેડ ક્રોસ મોડાસાના ભરતભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા થેલેસેમીયા કેમ્પમાં જેમાં વિધાર્થીઓને મહત્વની બાબતો જેવી કે ”પહેલા થેલેસેમીયા પરિક્ષણ પછી જ સગાઈ” થેલેસેમીયા માઈનર એ કોઈ રોગ નથી, પરતું થેલેસેમીયા મેજર એક જીવલેણ રોગ છે. આ અંગે વિશેષ માહિતી આપવામાં આવી હતી અને મંડળના મંત્રી અરવિદભાઈ જે. મોદી તથા રમેશભાઈ પી. શાહ દ્વારા વિદ્યાથીઓને થેલેસેમીયા શું છે તે અંગે માહિતગાર કર્યા હતા. જેમા બી.બી.એ. કોલેજના આચાર્ય ડૉ. તુષાર અમે. ભાવસાર, બી.સી.એ કોલેજના આચાર્ય ડૉ. જયદીપભાઈ ત્રિવેદી તથા એમ.એસ.સી.આઇ.ટી કોલેજના આચાર્ય અર્પિત જોષી તથા ત્રણે કોલેજ સ્ટાફ સહિત વિધાર્થીઓએ થેલેસેમીયા ટેસ્ટ માટે લોહીના નમૂના આપીને સમાજને થેલેસેમીયા રોગ વિશે જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો.