મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા મારુતિ કોમ્પ્લેક્ષમાં દસથી વધુ દુકાનોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન ખબકેલા ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાવાની ઘટના સામે આવી છે. ક્યાંક તંત્રની બેદરકારીના કારણે પણ પાણી ભરાયા છે. ત્યારે મોડાસા નગરમાં પાલિકા તંત્રની બેદરકારીથી દુકાનોમાં પાણી ભરાયાની ઘટના સામે આવી છે.માલપુર રોડ પર આવેલા મારુતિ કોમ્પ્લેક્ષની દસથી વધુ દુકાનોમાં પાણી ભરાયા હતા. એ વિસ્તાર ની ગટર લાઈનો ચોકઅપ થયેલી હોવાના કારણે વરસાદી પાણી આગળ જઇ શકતું નથી. ચોમાસા પહેલા ગટર સફાઈની પ્રિ-મોન્સૂન કામગીરી કરવાની હોય છે એ કામગીરી થઈ નથી. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ થયો નથી. પરિણામે દુકાનોમાં પાંચ-પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે. ત્યારે દુકાનોમાં ભરાયેલા પાણીનો નિકાલ થાયએ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.