મોટી મોરી ગામે પોલીસે 1 લાખ રૂપિયાની કિંમતનો 10.700 ગ્રામ ગાંજો ઝડપી આરોપીની ધરપકડ કરી

અરવલ્લી
અરવલ્લી

આજકાલ કેફી માદક પદાર્થ ગાંજાનું વાવેતર થતુ વધુ પ્રમાણમાં જાવા મળી રહ્યુ છે. ખેતરમાં અથવા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો ઝડપાય છે ત્યારે, અરવલ્લીમાંથી વધુ એક વખત ગાંજો ઝડપાયો છે.અરવલ્લી જિલ્લા SOG પોલીસને બાતમી હતી કે, મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા ઈસરી પોલીસ મથક હેઠળના મોટી મોરી ગામે પ્રતિબંધિત માફક પદાર્થ ગાંજાના છોડ છે. બાતમી આધારે જિલ્લા SOG પોલીસે મોટી મોરી ગામે વિક્રમ ક્લાસવાના ઘર પાસેના ખેતરમાં છાપો મારી રેડ કરતા એક લાખ રૂપિયાની કિંમતના 10.700 ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા છે. સાથે ગાંજાનું વાવેતર કરનાર ખેતર માલિક વિક્રમ ક્લાસવાની ધરપકડ કરી છે.ભૂતકાળમાં પણ બાયડ તાલુકામાંથી કરોડો રૂપિયાનીની કિંમતનો ગાંજો ઝડપાયો હતો ત્યારે, સ્થાનિક ઇસરી પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા SOG પોલીસને પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજો ઝડપી પાડવામાં સફળતા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.