35 ગામોને એલર્ટ : મોડાસા ઉપરવાસમાં ભારે વરસાદથી માજુમ ડેમ ઓવરફ્લો
હાલ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે ત્યારે ઉપરવાસમાં પણ વરસાદ તીવ્ર ગતિથી વરસી રહ્યો છે. જેના કારણે નદીઓમાં ભારે પાણીની આવક થઈ છે. ત્યારે મોડાસાના માજુમ ડેમમાં પાણીની ભારે આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે.
મોડાસા અને આસપાસના વિસ્તારોમાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાંધા કોતરો કોઝવે છલકાયા છે અને નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે. ગતરોજ માજુમ ડેમમાં પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમ ઓવરફલો થયો છે ડેમની મુખ્ય સપાટી 157.10 મીટર છે ત્યારે ડેમના ત્રણ દરવાજા ખોલીને 2700 ક્યૂસેક પાણી માજુમ નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક થતા રૂલ લેવલ જાળવવું જરૂરી હોવાથી હાલ 2700 ક્યુસેક પાણી છોડ્યું છે. પાણી છોડતા આગળના કિનારાના 35 ગામડાઓને તંત્ર દ્વારા સતર્ક કરાયા છે.