અરવલ્લી જિલ્લાના મોડાસામાં સગીરા પર દુષ્કર્મ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સગીરા પર બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. 16 સપ્ટેમ્બરના રોજ મોડાસા હજીરા વિસ્તારમાં સીમલા હોટલ નજીક આવેલા ગલ્લા ઉપર સગીરા એકલી હતી. આ સમય દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે એકલતાનો લાભ લઇ, સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં શારીરીક છેડછાડ ઇજા પહોંચાડી, અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો.

પોલિસે જીણવટભરી રીતે માહીતી એકત્ર કરતા આરોપી જીઆઇડીસીમાં આવેલ બેકવેલ નામની બીસ્કીટની કંપનીમાં કામ કરે છે જેવી જાણકારી મળી હતી. પોલીસે તપાસ કરતા આરોપી ફરાર થવાની ફિરાકમાં હતો તે પહેલાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી મૂળ ઉતર પ્રદેશ રાજયનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.